મોરબી : મોરબીના કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે આવેલ ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ગેટ પાસે મજૂરની ઓરડીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના વતની અમિતસિંહ ગિર્જેશસિંહ રાજપૂત ઉ.37 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.