મોરબીના સામાકાંઠે રહેતા ૭૩ વર્ષીય વૃદ્ધ ઘરેથી ગુમ, માહિતી આપવા અપીલ
સામાકાંઠે રહેતા ૭૩ વર્ષીય વૃદ્ધ ઘરેથી કોઈને કહ્યા વિના જતા રહ્યા છે જેથી પરિવારજનો ચિંતિત છે અને કોઈને માહિતી હોય તો પરિવારના સભ્યોને જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે
મોરબીના સામાકાંઠે ફ્લોરા સામે આવેલ નટવર પાર્ક બ્લોક નં ૩૯ માં રહેતા ધરાણી તજદીનભાઈ સુંદરજીભાઈ (ઉવ.૭૩) નામના ઈસમાઈલી ખોજા વૃદ્ધ ગત તા.૧૪ ના રોજ બપોરે ૪ કલાકે ઘરેથી ચાલીને નીકળી ગયા છે પરિવારના સભ્યોને કહ્યા વિના ઘરેથી જતા રહ્યા છે જેથી કોઈને માહિતી મળે તો પરિવારના સભ્યોના મોબાઈલ નંબર ૯૯૦૯૨ ૫૧૧૧૧ અને ૯૮૨૫૪ ૬૭૫૭૬ પર સંપર્ક કરવા જણાવ્યું છે
