મોરબીના લાલપર ગામના ગેટ સામે આવેલ કટમાં મોટર સૈક્ક્લ ચાલક વણાંક લેતા ટ્રકના ચાલકે ઠોકર મારી દેતા યુવાનને ઈજા પહોચી હતી જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના મકનસર ગામે રેહતા વિનોદભાઈ બચુભાઈ બરાસરા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તે પોતાનું સ્પ્લેન્ડર મોટર સાઈકલ જીજે ૩૬ એએચ ૦૨૫૯ લઈને મોરબી શક્તિ ચેમ્બરથી સરતાનપર રોડ પર જતા હોય દરમિયાન મોરબીના લાલપર ગામના ગેટ પાસે આવેલ કટમાંથી રોડ પર ચડી આગળ આવેલ કટ પાસે વાંકાનેર તરફ મોરબી લાલપર ગામના ગેટ ઉભું રાખેલ તે વખતે વાંકાનેર તરફથી આવતા ટ્રક એમએચ ૨૩ એયુ ૯૩૯૯ ના ચાલકે તેનો ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી વિનોદભાઈના મોટર સાઈકલને પાછળથી ઠોકર મારી ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હોય જે મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.