મોરબી મ્યુનીસીપલ કોર્પોરેશનના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર સ્વર્ગસ્થ મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલનં સાઈન બોર્ડ હતું તે સાઈન બોર્ડ મ્યુની. કોર્પોરેશનના બીજા પ્રવેશ દ્વાર પર લગાવવાની માંગ સાથે શ્રી રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે
શ્રી રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ મોરબી દ્વારા મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆત કરી જણાવ્યું છે કે રાષ્ટ્ર સ્વતંત્ર થયું ત્યારે ભૂતપૂર્વ મોરબી મહારાજા શ્રી લખધીરસિંહજી બાપુએ અનેકવિધ સ્ટેટની ઈમારતો અને બિલ્ડીંગને ભારત સરકારએ પ્રજાની સુખાકારી માટે અર્પણ કરેલ તેમાનું એક ભવ્ય બિલ્ડીંગ મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ છે જેમાં સમગ્ર મોરબી ગુજરાત અને રાષ્ટ્રની સંસ્થાઓ સાંસ્કૃતિક-શૈક્ષણિક જનજાગૃતિ કાર્યક્રમો કરે છે
તત્કાલીન મહારાજાએ જયારે મહેન્દ્રસિંહજી ટાઉન હોલના બંને પ્રવેશદ્વારો પર મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ નામના સાઈન બોર્ડ હતા જે મોરબીની પ્રજા જાણે છે મોરબી મહાનગરપાલિકા બની એ ખરેખર વિકાસના રસ્તા પરનું એક સીમાચિન્હ છે અને સમસ્ત મોરબી આપની અનુશાસન પ્રણાલીને આવકારે છે તમે અનેકવિધ રચનાત્મક કાર્યોથી જનવિશ્વાસ સંપાદન કર્યો છે
સાથે મોરબીને પેરીસનું બિરુદ અપાવનાર મોરબી રાજવી પરિવારે અર્પણ કરેલ હેરીટેજ વારસા સમાન મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉનહોલનું બોર્ડ જ ન હોય તો એ ખરેખર પ્રજા વત્સલ રાજ્ય પરિવારે આપેલ પ્રજાની સુખાકારી સમાન ઓડીટોરીયમની એતિહાસિક ગરિમાની ઉપેક્ષા થઇ હોય તેવું મોરબી પ્રજા અને જાહેર જીવનના તમામ આગેવાનો અનુભવી રહ્યા છે જેથી આ બાબતે રસ લઈને ઘટતી કાર્યવાહીના હુકમ કરી મોરબી મ્યુ. કોર્પોરેશનના અન્ય બીજા પ્રવેશદ્વાર પર મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ એવા નામકરણનં બોર્ડ પુનઃ લગાવવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.
