Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeNewsHalvadતક્ષશિલા કોલેજ- હળવદ દ્વારા આંતરરાષ્ટ્રીય રિસર્ચ કોન્ફરન્સ યોજાઈ ગઈ

તક્ષશિલા કોલેજ- હળવદ દ્વારા આંતરરાષ્ટ્રીય રિસર્ચ કોન્ફરન્સ યોજાઈ ગઈ

(મયુર રાવલ હળવદ)

તક્ષશિલા કોલેજ – હળવદ દ્વારા તારીખ 12 એપ્રિલ 2025 ના રોજ મોરબી કમ્ફર્ટ રિસોર્ટ ખાતે આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ વિકસિત ભારત 2025: પ્રગતિશીલ ભારત માટે બહુવિધઅનુશાસનીય સંશોધન વિષય પર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મુખ્ય મહેમાન તરીકે વાઇસ ચાન્સલર કાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીના ડૉ. મોહનભાઈ પટેલ તથા ડૉ..ટી એસ જોશી જે વાઈસ ચાન્સલર ચિલ્ડ્રન રિસર્ચ પુનિવર્સિટી ગાંધીનગર તથા ડૉ. નિદતભાઈ બારોટ જે પૂર્વ ઉપકુલપતિ ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, સહીતના ઉપસ્થિત રહ્યા હતા. અને શિક્ષણમાં સંશોધનની ઉપયોગીયા વિશે માહિતગાર કર્યા હતા.

તેમજ રિસર્ચની માહિતી તથા સંશોધન તરીકે માર્ગદર્શન આપવા વક્તા તરીકે ડૉ. રાકેશભાઈ પટેલ પ્રોફેસર ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી તથા ડો. એમ એસ. મોલિયા પ્રોફેસર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી તથા ડૉ. હિરેન મહેતા એ વિકસિત ભારતમાં સંશોધનની ભૂમિકા વિશે સંશોધનકર્તાને માર્ગદર્શન પૂરું પાડયું હતું

તથા આ રિસર્ચ કોન્ફસ માં 110 રિસર્ચકર્તા એટલે કે સંશોધનકારો હાજર રહ્યા હતા અને તેમને કરેલ રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. તમામ રીસર્ચ પેપર રીસર્ચ મેટ્રિક જર્નલ જે ” PEER REVIEWED & REFEREED ” માં રજુ કર્યા.

રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 માં ઉચ્ચ શિક્ષણ માં થયેલા ફેરફારો અને આ ફેરફારોની વિકસીત ભારતમાં ભૂમિકા વિશે ચર્ચાઓ કરવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન તક્ષશિલા કોલેજ- હળવદ ના પ્રિન્સીપાલ ડૉ. અલ્પેશ સિણોજીયા દ્રારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે તક્ષશિલા સંકુલમાં ફરજ બજાવતા પટેલ પાર્થભાઈ, પ્રજાપતિ આશિષભાઈ તથા નિલેશભાઈ પટેલ અને રાજેશ ગોસરા એ ભારે જહેમત ઉઠાવી યોગદાન આપેલ હતું તથા કાર્યક્રમની આભારવિધિ તક્ષશિલા સંકુલના સંચાલક રોહિતભાઈ સિણોજીયા દ્વારા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments