સિમ્બોલ ઓફ નોલેજ,ગરીબોના મસીહા,બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.ભીમરાવ આંબેડકર બાબા સાહેબની જન્મ જયંતિ નિમિતે દર વર્ષે મોરબીમાં રેલીનું આયોજન થતું હોય છે. જેના અનુસંધાને સામાજિક સમરસતા મંચ મોરબી જિલ્લા દ્વારા સરબત વિતરણના સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નીલકંઠ મહાદેવ મંદિર, રેલ્વે સ્ટેશન રોડ ખાતે સ્ટોલ કરીને રેલીમાં જોડાયેલ તમામ લોકો માટે સરબત વિતરણ કરવામાં આવ્યું. ડો. બાબા સાહેબની 134 મી જન્મ જયંતિની ઉજવણીના આ સેવા કાર્યમાં સામાજિક સમરસતા મંચ મોરબી જિલ્લા અને નગરના કાર્યકર્તા જોડાયા હતા. રેલીમાં ખુબજ મોટી સંખ્યામાં હોંશભેર નગરજનો જોડાયા હતા.

