Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsટંકારા નજીક નવજાત બાળક ત્યજી દેવાના ગુનામાં માં-બાપ ઝડપાયા

ટંકારા નજીક નવજાત બાળક ત્યજી દેવાના ગુનામાં માં-બાપ ઝડપાયા

બાળક કોનું છે ? તેવી શંકાથી બાળકને ત્યજી દીધાનો ચોંકાવનારો ખુલાસો

ટંકારાના ઘુનડા (સ.) ગામ નજીક વીડીમાંથી નવજાત શિશુ મળી આવ્યું હતું જેથી પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી જે બાળકને ત્યજી દેનાર દંપતીને મીતાણા ગામના બ્રીજ પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જે બનાવમાં પોલીસ તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો છે

ગત તા. ૨૦ માર્ચના રોજ ટંકારા પોલીસ મથકમાં અજાણી સ્ત્રી અને તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો કે આરોપી અજાણી સ્ત્રીએ પોતાની કુખે જન્મેલ ત્રણ ચાર દિવસનું પુરુષ જાતિનું તાજું જન્મેલ બાળકને અસુરક્ષિત જગ્યાએ મૂકી બાળકને ત્યજી દીધું હતું ટંકારા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી હતી ટંકારા પોલીસ ઉપરાંત એલસીબી ટીમે પણ આ ગુનાના કામે તપાસ ચલાવી હતી જેમાં સ્થળ વિઝીટ તેમજ સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા તેમજ ત્યજી દીધેલ બાળકના શરીરે ગુલાબી કલરના કપડામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ભાભર લખેલ હોવાથી તે દિશામાં તપાસ ચલાવી હતી

ભાભર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવતા ગુનામાં સંડોવાયેલ અજાણી સ્ત્રી અને તેના પતિ બંને બનાસકાંઠા જીલ્લાના ભાભરના વતની હોવાનું ખુલ્યું હતું સ્ત્રીનું નામ દક્ષાબેન રમેશભાઈ ઠાકોર અને પતિ રમેશભાઈ પ્રેમજીભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું હતું જે બંને પતિ પત્નીએ તાજા જન્મેલા બાળકની ઓળખ છુપાવવા ત્યજી દીધું હતું જેથી તપાસ ચલાવતા બંને આરોપીઓ ટંકારા તાલુકાના મીતાણા ગામના બ્રીજ નીચે હોવાની બાતમી મળતા આરોપી દંપતીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ મથકને સોપવામાં આવ્યું છે

પતિને બાળક કોનું તેની શંકા હોવાથી ત્યજી દીધું

ગુનાની તપાસ ચલાવતા એલસીબી પીએસઆઈ ભટ્ટ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આરોપી માતા દક્ષાબેન ઠાકોર રીસામણે પોતાના પિયર રહેતા હતા અને થોડા મહિનાઓ બાદ પતિ તેને તેડવા ગયા ત્યારે દક્ષાબેન પ્રેગનેન્ટ હોવાનું જાણવા મ મળ્યું હતું જેથી પતિને બાળક કોનું છે તે અંગે શંકા ગઈ હતી અને પત્નીને સાથે રહેવું હોય તો આ બાળકને ત્યજવું પડશે તેવી શરત રાખી હતી અગાઉ મોરબી પંથકમાં મજુરી કરતા હોવાથી ટંકારા સહિતનો વિસ્તાર જોયેલો હતો જેથી ભાભરથી બાળકને ત્યજવા માટે દંપતી અહી આવ્યું હતું અને નાસી ગયું હતું જોકે પોલીસે આરોપી દંપતીને ઝડપી લઈને કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments