હાસ્ય કલાકાર હકભા ગઢવીની કારને નડ્યો અકસ્માત, હકાભા સહી સલામત
હળવદ : હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કારને આજે અકસ્માત નડ્યો હતો. આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ હકાભા ગઢવી પોતાની કારમાં હળવદથી મોરબી માળિયા તરફ જઈ રહ્યા હતા તે સમયે હળવદના ધનાળા ગામ પાસે ટેન્કર પાછળ કાર ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતમાં હકાભાને કોઈપણ ઈજા પહોંચી ન હતી.
મળતી વિગતો અનુસાર હાસ્ય કલાકાર હકાભા ગઢવી પોતાની કારમાં જ્યારે જઈ રહ્યા હતા તે વખતે ધનાળા ગામ પાસે હાઇવેની વચ્ચે આવેલા ડિવાઈડરમાં રહેલા વૃક્ષોનો ટેન્કર પાણી પીવડાવી રહ્યું હતું. તે વખતે પાછળથી આવતી હકાભા ગઢવીની કાર અચાનક ટેન્કર સાથે ટકરાઈ હતી. જેના કારણે ડ્રાઇવર તરફનો કાચ તૂટી ગયો હતો અને બોનેટમાં નુકસાન થયું હતું. જો કે કારમાં બેઠેલા હકાભા ગઢવી કે અન્ય કોઈને કોઈ પણ પ્રકારની ઈજા થઈ ન હતી.