મોરબી : લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આજે સાત્વિક ક્લિનિક, શિવમ પ્લાઝા, મહેન્દ્રનગર ખાતે વિનામૂલ્યે કાયમી માટે પાંચમું ડાયાબિટીસ, બીપી, ઓક્સિજન ચેકઅપ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.
સેન્ટર ક્લબના પ્રમુખ કેશુભાઈ દેત્રોજાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કરછના પૂર્વ ફર્સ્ટ વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર રમેશભાઈ રૂપાલાએ જણાવ્યું કે, લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા જીવદયા, પર્યાવરણ, સિવણ ક્લાસ, કુપોષિત બાળકોને દત્તક લેવા જેવા આરોગ્ય વિષયક જેવા અનેકવિધ સેવાયજ્ઞ ચાલે છે. આ સેવામાં વધારો કરી મોરબી-2 અને મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં લોકોની સુખાકારી માટે વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી અને ઓક્સિજન ચેકઅપ કરી આપવામાં આવશે. ત્યારે આ વિસ્તારના લોકોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે.વઆ પ્રોજેક્ટને સફળ બનાવવા લા.નાનજીભાઈ મોરડિયા, લા.મનસુખભાઈ જાકાસણીયા, પ્રોજેક્ટ ચેરમેન રશ્મિકાબેન રૂપાલા, લા મણીલાલ કાવર તેમજ લાયન મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી તેમ ક્લબના સેક્રેટરી લા. ટી.સી. ફુલતરિયાએ જણાવ્યું હતું.
