ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે આવેલી લખધીરગઢ સેવા સહકારી મંડળીની ઓફિસનું નવ નિર્માણ કરાયું છે. ત્યારે કોર્પોરેટ ટાઈપ ઓફિસનું લોકાર્પણ પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને રાજકોટ ડિસ્ટ્રીક્ટ કો. બેન્કના ચેરમેન જયેશભાઈ રાદડિયા હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે કૃભકોના ડાયરેકટ બેન્કના વાઈસ ચેરમેન મગનભાઈ વડાવિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, મંડળીના પ્રમુખ જગદીશભાઈ પનારા, મંત્રી દુષ્યંતભાઈ ભુત, કમિટીના સભ્યો અને સભાસદો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


