ટંકારા : ટંકારાના લતીપર રોડ પર તાલુકા પંચાયત ઓફિસ સામે આવેલી લક્ષ્મીનારાયણ નગર સોસાયટી-5ના રહીશોએ પાણી બાબતે આજે નગરપાલિકા કચેરી ખાતે બેસીને થાળી વગાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને પાણી આપવા માગ કરી હતી.
લક્ષ્મીનારાયણનગર સોસાયટી-5માં છેલ્લા ઘણા દિવસોથી પાણી આપવામાં આવતું નથી. સોસાયટીમાં આશરે 150 જેટલા ઘર આવેલા છે. ત્યારે આ અંગે રહીશોએ અવાર નવાર મૌખિક રજૂઆત કરી હતી. જો કે તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા આજ રોજ સોસાયટીના રહેવાસીઓએ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે અને સાથે જ મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં બેસીને થાળી વગાડીને નિયમિત પાણી આપવા ઉગ્ર માગ કરી છે.
