મોરબીમાં ત્રણ સ્થળેથી વિદેશી દારૂ સાથે ત્રણ ઝડપાયા
મોરબી : મોરબી શહેરમા સીટી એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ ટીમે અલગ અલગ વિસ્તારમાં વિદેશી દારૂ અંગેના ત્રણ અલગ અલગ દરોડા પાડી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે શક્તિ ચેમ્બર નજીકથી આરોપી જયદીપ મોહનભાઇ સોલંકી રહે.રેજન્ટા હોટલ નજીક મોરબી વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 750 સાથે ઝડપી લઈ બીજા દરોડામાં મહેન્દ્રનગર ચોકડી પાસેથી ભાવેશ હીરાભાઈ ચૌધરી રહે.ઉમા રેસિડેન્સી વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 675 સાથે પકડી પાડ્યો હતો.
જ્યારે સીટી એ ડિવિઝન પોલીસે કબીર ટેકરી નજીકથી આરોપી અરવિંદ. દાદુભાઈ બાટી રહે.વેજપર શેરી નંબર 4 વાળાને બ્લેન્ડર્સ પ્રાઇડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2214 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.