મોરબી અને વાંકાનેરમાં વરલીનો જુગાર રમતા બે ઝડપાયા
મોરબી : મોરબી શહેરના ભડિયાદ રોડ તેમજ વાંકાનેર શહેરના ધરમ ચોકમા જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા બે શખ્સને પોલીસે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
પ્રથમ દરોડામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ભડિયાદ રોડ ઉપર નજરબાગ રેલવે સ્ટેશન પાસેથી આરોપી અરવિંદ અજુભાઈ સોમાણી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 1050 તેમજ વરલીનું સાહિત્ય કબજે કર્યું હતું. જ્યારે વાંકાનેર સીટી પોલીસે ધરમચોકમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી વિનુભાઈ મોહનભાઇ દેગામા રહે.નવાપરા વાળાને રોકડા રૂપિયા 230 તેમજ આંકડા લખેલી ચિઠ્ઠીઓ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.