મોરબી : મોરબીમાં પટેલ નગર રોડ ખાતે ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ રાખવામાં આવે છે. ત્યારે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા મીડિયાના માધ્યમથી મોરબીના નાગરિકો અને તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકાને સોસાયટીના નાગરિકો અને આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં તા. 15-4-2025 ને મંગળવારના રોજ સવારે 10:30 કલાકે પટેલનગર રોડ પર ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટો ચાલુ હતી અને બંધ કરવાની કોઈ જ તસ્દી લેવામાં આવતી નથી. જે બાબતે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા યુવા ઉપપ્રમુખ પરિમલ કૈલાએ મીડિયાના માધ્યમ થકી આ કુંભકર્ણની જેમ ઊઘતા તંત્રનું ધ્યાન દોરીને જણાવ્યું હતું કે, આ રીતે નાગરિકોના ટેક્સના પૈસાનું પાણી અને ઊર્જાનો વ્યયના કરવામાં આવે. જો આ રીતે જ તંત્ર ચાલશે તો હવે મોરબીમાં વિકાસને બદલે અધોગતિના દિવસો દૂર નથી. આ થકી મોરબીની ના નાગરિકોને જગાડીને બેદરકારી પ્રત્યે ધ્યાન દોર્યું હતું.
