Tuesday, July 22, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીની ઈન્ડુસઈન્ડ બેંકના ખાતામાંથી બારોબાર લાખો રૂપિયા ઉપડી જતા ખાતાધારકોનો હોબાળો

મોરબીની ઈન્ડુસઈન્ડ બેંકના ખાતામાંથી બારોબાર લાખો રૂપિયા ઉપડી જતા ખાતાધારકોનો હોબાળો

મોરબી : ઈન્ડુસઈન્ડ બેંકની મોરબીના રવાપર રોડ શાખામાં ખાતું ધરાવતા એક ખાતાધારકના ખાતામાંથી તેમની જાણ બહાર મોટી રકમ ઉપડી ગઈ હોય આ અંગે સમગ્ર મામલાની તપાસ કરવા મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા સાયબર ક્રાઈમ બ્રાંચને રજૂઆત કરવામાં આવી છે.

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆત અનુસાર, મોરબીમાં રવાપર રોડ પર આવેલી ઈન્ડુસઈન્ડ બેંકમાંથી તાજેતરમાં નીતિનભાઈ ટી. કોરડીયાના રૂપિયા 12 લાખ 50 હજાર તથા રસીલાબેન પનારાના 5 લાખ 50 હજાર રૂપિયાનો ફ્રોડ થયો છે. આ વ્યક્તિઓએ કોઈને ઓટીપી આપ્યો નથી છતાં પણ ફીક્સ ડિપોઝીટમાંથી રકમ ઉપડી ગઈ છે. આટલી મોટી રકમ કટકે કટકે ગ્રાહકના ખાતામાંથી ઉપડી જવા છતાં બેંક તરફથી ગ્રાહકને કોઈપણ જાતની જાણ કરવામાં આવી નથી. તેથી બેંકની સેવામાં ખામી જણાય છે. ગ્રાહકને જ્યારે આ બાબતની જાણ થઈ તો તેમણે આ અંગે બેંક મેનેજરને ફરિયાદ કરી હતી. જો કે બેંક મેનેજરે કહ્યું હતું કે આ બાબતે અમારી કોઈ જવાબદારી નથી. તો શું બેંકમાંથી ગ્રાહકના નાણા ગ્રાહકના સહી સિક્સા વગર ઉપડી જાય તો બેંકની જવાબદારી ન ગણાય તો કોની જવાબદારી ગણાય ? આ કિસ્સામાં બેંક જ જવાબદાર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. બેંક ગ્રાહકના પૈસા લેવામાં ઉંચા વ્યાજની લાલચ આપી ગ્રાહકને પોતાની બેંકમાં પૈસા જમા કરાવવાનો આગ્રહ રાખે છે પરંતુ ગ્રાહકના પૈસા ઉપડી જાય ત્યારે હાથ ઉંચા કરી નાખે છે જે વ્યાજબી નથી. આ અંગે સાયબર ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ બેંકમાં તપાસ કરવી જોઈએ કે ફ્રોડ અઠવાડિયામાં બે વખત કેમ થયો. તેથી આ મામલે ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments