મોરબી : કાળઝાળ ગરમીમાં વીજ વપરાશ વધવાની સાથે વીજચોરીનું પ્રમાણ પણ વધ્યું હોવાથી પીજીવીસીએલની જુદી-જુદી 34 ટીમોએ બુધવારે મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં ગેરરીતિ ઝડપી લેવા ચેકીંગ કરતા 476 વીજ જોડાણમાંથી 53 કિસ્સામાં વીજચોરી ઝડપાઇ જતા વીજચોરી કરનાર તમામ અસામીઓને રૂપિયા 40.73 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં બુધવારે સવારથી જામનગર, અંજાર, કચ્છ-ભુજ અને મોરબીની અલગ અલગ 34 ટીમો દ્વારા મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં એસઆરપી અને પોલીસને સાથે રાખી વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. પીજીવીસીએલની અલગ અલગ ટીમોએ કુલ 476 વીજ કનેક્શન ચેક કરતા 48 રહેણાક અને 05 કોમર્શિયલ વીજ જોડાણમાં ગેરરીતિ હોવાનું સામે આવતા વીજ કચેરી દ્વારા કુલ 40.73 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.