Friday, July 25, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં ફાયર બ્રિગેડ દ્વારા નેશનલ ફાયર સર્વિસ દિન નિમિતે શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ...

મોરબીમાં ફાયર બ્રિગેડ દ્વારા નેશનલ ફાયર સર્વિસ દિન નિમિતે શહિદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ

મોરબી : મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમનશાખા દ્વારા તા. 8-4-2025 थी ता. 14-4-2025 દરમિયાન કરવામાં આવેલી કામગીરી અને તા. 14 એપ્રિલના નેશનલ ફાયર સર્વિસ દિવસ નિમિતે શહિદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

મોરબી મહાનગરપાલિકાના અગ્નિશમનશાખા દ્વારા તા. 8 થી 14 એપ્રિલ દરમ્યાન શહેર કમિશ્નરના આદેશ અન્વયે મોરબી મનપા વિસ્તારમાં આવેલી હોસ્પિટલો પૈકી 6 હોસ્પિટલમાં 31 હેલ્થ કેર સ્ટાફને તથા સ્કૂલો પૈકી 2 સ્કૂલમાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ, પ્રિવેન્શનને લાગતી જરૂરી સૂચનો અને જરૂરી સમજૂતી આપવામાં આવી. મોરબી જિલ્લામાં 11 આગના બનાવ બનેલ જેમાં ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા તાત્કાલિક બનાવના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવામાં આવેલ. આ દરમ્યાન 14 એપ્રિલના નેશનલ ફાયર સર્વિસ દિવસ નિમિત્તે મોરબી મનપાના ફાયર સ્ટેશન ખાતે શહિદ વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ ફાયર ટ્રેનિંગ ફાયર પ્રિવેન્શનનો મુખ્ય ઉદ્દેશ્ય મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા હોસ્પિટલ / સ્કૂલ તથા કોલેજો, હોટેલોમાં ફાયર સેફટી વિશે માહિતીગાર કરવા, ફાયર સાધનોનો યોગ્ય ઉપયોગ કરવા તેમજ કોઈ પણ ઈમરજન્સી વખતે તાત્કાલિક ધોરણે અગ્નિશમન શાખાનો સંપર્ક કરી નાની-મોટી દુર્ઘટના અથવા કોઈ જાનહાનિ કે કોઈ મોટી આપદાને નિવારી શકાય અને જાન માલને બચાવી શકાય તે છે. ત્યારે આ દરમ્યાન શહેરમાં કોઈ દુર્ઘટના કે બનાવ બને મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ શાખાના ફોન નં. 0288 230050 અને 101 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments