મોરબી : મોરબીમાં પોસ્ટ ઓફિસની સામે આવેલા ગાંધીબાગમાં વાહનોની ચોરી થતી હોય અને ગાંધીજીનું સ્ટેચ્યૂ હોય ત્યાં અંધકાર હોય કાયમી ધોરણે લાઈટો અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી સામાજિક કાર્યકરોએ મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર અને એસપીને લેખિત રજૂઆત કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, ગીરીશભાઈ કોટેચાએ લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે, ગાંધીબાગમાં વાહન પાર્ક કરવામાં આવે છે. પરંતુ કેટલાક તત્વો લોક તોડીને ટુ-વ્હીલરોની ચોરી કરે છે. સૂર્યોદય કોમ્પલેક્ષમાં દુકાનો ધરાવતા અનેક વેપારીઓના વાહનો આ ગાંધીબાગમાંથી ઉપડી ગયા છે. ત્યારે ગાંધીબાગમાં લાઈટ નાખવામાં આવે અને સીસીટીવી કેમેરા લગાવવામાં આવે સાથે જ ચોકીદાર પણ મૂકવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.
