Friday, August 1, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiફેલોશિપ ઈન પીડિયાટ્રીક ન્યુટ્રિશનનો કોર્સ પૂર્ણ કરતા મોરબીના તબીબ ડો.મનીષ સનારિયા

ફેલોશિપ ઈન પીડિયાટ્રીક ન્યુટ્રિશનનો કોર્સ પૂર્ણ કરતા મોરબીના તબીબ ડો.મનીષ સનારિયા

મોરબી: તાજેતરમાં મોરબી શહેરના તબીબો દ્વારા વિવિધ વિષયો પર સંશોધન તેમજ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. મેગાસિટી જેવી તબીબી સેવાઓ મોરબી શહેરમાં ઉપલબ્ધ બની છે ત્યારે મોરબીની સ્પર્શ બાળકોની હોસ્પિટલના ડો.મનીષ સનારિયા દ્વારા બોસ્ટન યુનિવર્સિટી-યુ.એસ.એ.માંથી પીડિયાટ્રીક ન્યુટ્રિશન કોર્સ તેમજ મેડવાર્સિટીમાંથી ફેલોશિપ ઈન પીડિયાટ્રીક ન્યુટ્રિશન પૂર્ણ કરવામાં આવી છે. તે ઉપરાંત અપડેટેડ પીડિયાટ્રીક વેક્સીનેશન કોર્સ પણ તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો છે. બોસ્ટન યુનિવર્સિટી યુ.એસ.એ.માંથી પિડીયાટ્રીક ન્યુટ્રીશન કોર્સ કરનાર મોરબીનાં સૌપ્રથમ તબીબ તરીકેનુ બિરુદ મેળવી ડો.મનીષ સનારિયાએ સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. તેમણે નેશનલ અને ઈન્ટરનેશન કોન્ફરન્સમાં વિવિધ વિષયો પર પેપર પ્રેઝેન્ટેશન રજૂ કરી આ પદવી હાંસલ કરી છે.

જેમાં પીડિયાટ્રીક મેટાબોલિક હેલ્થ એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર ફંકશન-બાળકોમાં ચયાપચયની ક્રિયા, તેમની  વૃદ્ધિ તથા હ્રદયસંબંધી આરોગ્યના મુદ્દાઓની સમજણ, ગટ હેલ્મુદ્દાઓની પીડિયાટ્રીકડીયાટ્રીક ઈમ્યુનોલોજી- બાળકોના  આંતરડાના જીવાણુઓ, રોગપ્રતિકારક શક્તિના વિકાસ તથા બંનેના આંતરસંબંધી પરિપ્રેક્ષ્યની ચર્ચા, પીડિયાટ્રીક ગેસ્ટ્રોઈન્ટેસ્ટિનલ હેલ્થ- પાચનતંત્ર સંબંધી સમસ્યાઓ તથા આરોગ્યપ્રદ પાચન માટે જરૂરી ખોરાકની વ્યાખ્યા, જરૂરી પોષક ત્તત્વો, આહાર માર્ગદર્શિકા, નવજાત શિશુની સંભાળ તથા પોષણ, બ્રેસ્ટ ફીડિંગ તથા તેના વિકલ્પો, વિશિષ્ટ શિશુસંભાળ પદ્ધતિઓ, ટોડલર ન્યુટ્રિશન, પીડિયાટ્રીક ક્લિનિકલ એસેસમેન્ટ સહીતના વિષયો પર આંતરરાષ્ટ્રીય સ્તરે મોરબીના તબીબ ડો.મનીષ સનારિયા દ્વારા પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું. સમગ્ર મોરબીમાં પ્રથમ તબીબ તરીકે આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ડો.મનીષ સનારિયા પર ચોમેરથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments