મોરબી : આજે 17 એપ્રિલના રોજ વહેલી સવારે મોરબીના ગૌરક્ષકોએ વોચ ગોઠવીને ક્રુરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા 50 પશુઓને બચાવીને મુક્ત કરાવ્યા છે.
કચ્છ તરફથી માળિયા થઈને જામનગર તરફ 50 જેટલા પશુઓ કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મોરબી વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળને મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવીને બાતમી મુજબની ગાડી નંબર GJ-12-AH-8645 નીકળતા તેને માળિયા નજીક રોકવાનો પ્રયાસ કરાયો હતો. જો કે ગાડી સ્પીડથી ભગાવતા તેનો પીછો કરીને જોડીયા વાલંભા ફાટક પાસે ગાડી રોકાવીને તેમાં તપાસ કરતાં 50 પાડા ક્રુરતાપૂર્વક બાંધેલા જોવા મળ્યા હતા. જે અંગે ડ્રાઈવરને પૂછપરછ કરતાં આ પાડા કાલાવડના નાકે કતલ કરવા માટે લઈ જવાતા હોવાનું જણાવ્યું હતું. જેથી આ પશુઓનો છોડાવીને રાજકોટ પાંજરાપોળમાં મૂકવામાં આવ્યા હતા. સાથે જ ડ્રાઈવરને ઝડપીને પોલીસ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
આ કામમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને કચ્છ ગૌરક્ષક મોરબી અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાતને પોલીસનો સહયોગ મળ્યો હતો.
