તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત CEIR પોર્ટલના ઉપયોગથી તેમજ હુમન સોર્સની મદદથી અરજદારોના ખોવાયેલા ૧.૪૩ લાખની કિમતના ૮ મોબાઈલ શોધી કાઢી અરજદારોને ટંકારા પોલીસે પરત સોપ્યા છે
જીલ્લા પોલીસવડા તેમજ ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પીઆઈ કે એમ છાસીયાની ટીમે અરજદારોને ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવા સુચના આપી હતી જેથી ટંકારા પોલીસ મથકના દશરથસિંહ રણજીતસિંહ ચાવડા, હરપાલસિંહ મનહરસિંહ ઝાલાની ટીમે CEIR પોર્ટલનો ઉપયોગ કરી પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કર્યું હતું અને અરજદારોના ખોવાયેલા આઠ મોબાઈલ કીમત રૂ ૧,૪૩,૪૯૭ ના શોધી કાઢવામાં સફળતા મળી હતી
ઓપ્પો, વિવો, સેમસંગ સહિતની કંપનીના કુલ આઠ મોબાઈલ કીમત રૂ ૧,૪૬,૪૯૭ શોધી કાઢી અરજદારોને પરત સોપવામાં આવતા અરજદારોએ પોલીસ ટીમનો આભાર માન્યો હતો ટંકારા પોલીસે પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિ સાર્થક કરી હતી.
