ટંકારા તાલુકાના મિતાણા ગામે વાડીએ સુતેલા યુવાન ઉપર પાંચેક દિવસ પહેલા રાત્રીના સમયે કોઈ ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કરી લોખંડના પદાર્થ વડે માથાના ભાગે ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મિતાણા નજીક આવેલ ડેમી 1 ડેમ નજીક વાડી ધરાવતા અમિતભાઇ રહીમભાઈ ઠેબાએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.12ના રોજ પોતાની વાડીએ સુતા હતા ત્યારે ત્રણેક અજાણ્યા શખ્સોએ રાત્રીના બે વાગ્યાના અરસામાં હુમલો કરી માથાના ભાગે લોખંડના પદાર્થ વડે ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે ટંકારા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.