મોરબી : માળીયા મિયાણા – અમદાવાદ હાઇવે ઉપર બે દિવસ પૂર્વે બોલેરો પલ્ટી ગયા બાદ 12 વ્યક્તિને ઇજાઓ પહોંચવાના બનાવમાં ગંભીર ઇજા પામેલા પતિ – પત્નીનું મૃત્યુ નિપજતા અકસ્માતના આ બનાવમાં બોલેરો ગાડીના ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા અમદાવાદ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીક ગત તા.16ના રોજ સાંજના સમયે જીજે- 13 – એએક્સ – 8779 નંબરની બોલેરો પલ્ટી મારી જતા બોલેરોમાં મુસાફરી કરી રહેલા 12 લોકોને ઇજાઓ પહોંચી હતી જે પૈકી લક્ષ્મીબેન અને હીરાભાઈનું મૃત્યુ નિપજતા મૃતકના જમાઈ બેચરભાઈ જયંતીભાઈ દુધરેજીયા રહે.રામપરા તા.ધ્રાંગધ્રા વાળાએ બોલેરો ચાલક વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.