હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા પરિણીતા ટ્રેક્ટરમાં બેસીને જતા હતા ત્યારે દેવળીયા ગામે ટ્રેકટર ચાલકે સ્પીડ બ્રેકર પાસે અચાનક બ્રેક મારતા ટ્રેકટર નીચે પડી ગયેલા પરિણીતાનું તોતિંગ વ્હીલ નીચે કચડાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા જગદીશભાઈ હકાભાઈ પરમાર નામના યુવાને જીજે – 36 – એપી – 1347 નંબરના ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.14ના રોજ તેમના પત્ની શારદાબેન ટ્રેક્ટરના પંખા ઉપર બેસીને જતા હતા ત્યારે ટ્રેકટર ચાલકે દેવળીયા ગામે કન્યાશાળા પાસે અચાનક સ્પીડ બ્રેકર આવતા બ્રેક મારતા શારદાબેન ટ્રેકટર નીચે પટકાયા હતા જે બાદ ટ્રેક્ટરનું મોટું વ્હીલ શારદાબેન ઉપર ફરી વળતા વ્હીલ નીચે કચડાઈ જતા શારદાબેનનું મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ ટ્રેકટર ચાલક નાસી જતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.