Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsવાંકાનેરમાં મહિલાઓને 15 દિવસની સ્વ-રક્ષણ તાલીમ પૂર્ણ

વાંકાનેરમાં મહિલાઓને 15 દિવસની સ્વ-રક્ષણ તાલીમ પૂર્ણ

વાંકાનેર : રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ મહિલા અને બાળકો વિરુદ્ધ બનતા બનાવો અટકાવવા સૂચના અનવયે વાંકાનેર ડિવિઝન પોલીસ ટીમ દ્વારા મહિલા અને બાળાઓને સુરક્ષા સેતુ સોસાયટી હેઠળ તાલીમનું આયોજન વાંકાનેરની એલ. કે. સંધવી કન્યા વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 15 દિવસની તાલીમ સ્વરક્ષણ ટેકનીક તથા કરાટેની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનો સમાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સમાપન સમારોહમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા તથા વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડીમ્પલબેન સોલંકી તથા વાંકાનેર મામલતદાર કે.વી.સાનીયા તથા વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર જી.એસ.સરૈયા તથા વિદ્યાભારતી એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ટ્રસ્ટી અમરશીભાઈ મઢવી તથા વીનુભાઈ રૂપારેલીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડાની રૂપરેખાથી આ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકા વિસ્તારની જવાહર-નવોદય વિદ્યાલય જડેશ્વર-કોઠારીયાની 150 વિદ્યાર્થિનીઓ તથા વાંકાનેર સિટીની શ્રીમતિ એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની કુલ 200 વિદ્યાર્થિનીઓને કરાટે તથા ટેકનીકના વિવિધ ડેમો રજૂ કરવામાં આવેલા, આ ઉપરાંત સ્વરક્ષણમાં દુપટ્ટાનો તથા પાણીની બોટલ તથા સ્કૂલ બેગનો ઉપયોગ કેમ કરવો તેનો લાઈવ ડેમો આપી સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાંકાનેર પોલીસ દ્વારા પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા મંચસ્થ ઉપસ્થિત અન્ય માહાનુભાવોના હસ્તે દીવ્યાંગ બાળકોને ગીફ્ટ અને રમતગમતના સાધનો અર્પણ કરી મોરબી પોલીસ દ્વારા સંવેદના વ્યકત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પધારેલ તમામ વિદ્યાર્થીઓને મોડલ પોલીસ સ્ટેશનની મુલાકાત કરાવવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનની કામગીરીથી માહિતીગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત પોલીસ હેડકવાર્ટર દ્વારા આધુનીક પોલીસ હથિયારનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં રિર્ઝવ પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ચૌહાણ દ્વારા ડેમો આપી તમામ હથિયારની માહિતી આપવામાં આવી હતી તેમજ શી-ટીમની કામગીરી વિશે મહિલા પોલીસ ઇન્સ્પેકટર પી.એચ. લગધીરકા દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમજ ટ્રાફિકના નિયમો પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.બી.ઠક્કર દ્વારા ટ્રાફિક અંગે માહિતી આપવામાં આવી હતી. સાઈબર ક્રાઈમના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર કે.કે. દરબાર તથા સાયબર ટીમ સાયબર ક્રાઈમના બનાવો અટકાવવા માટે જરૂરી માહિતી આપવામાં આવી હતી.

ઉપરોકત કાર્યક્રમમાં એસ.પી.સી વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમમાં પરેડ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે તમામ વિદ્યાર્થીઓને હળવો નાસ્તો કરાવી ઘર પહોંચવા સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments