મોરબી : માળિયા (મી.)ના ખીરઇ ગામના પાટિયા પાસે પોલીસે ચોરાઉ બાઇક સાથે રફીકભાઈ નૂરમામદભાઈ ઉર્ફે નામોરી સામતણી ઉ.વ.32 રહે. ખીરઇ વાળાને પકડી લીધો છે. આ બાઇક તેને બે વર્ષ પૂર્વે માણાબા ગામની સીમમાં ઘોડાધ્રોઇ નદીના રેલવે પુલ નીચેથી ચોરી કર્યાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બે વર્ષ પહેલાં તેને બીજું એક બાજક ખોખરા હનુમાન મંદિર સામેના વિસ્તારમાંથી ચોરી કરી ઘરે મૂક્યું હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બન્ને બાઇક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
