મોરબી : મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાનુભાઈ મેર, મોરબી શહેર અધ્યક્ષ યશપાલસિંહ રાઠોડ, ગુજરાત યુવા પ્રદેશ પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરીયાની આગેવાનીમાં મોરબી શહેર સંગઠનના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે.
મિશન નવ ભારતના મોરબી શહેરના પ્રમુખ તરીકે યશપાલસિંહ ભરતસિંહ રાઠોડની નિયુક્તિ કરાઈ છે. મહામંત્રી તરીકે ધ્રુવભાઈ ભુપતભાઈ જારીયા, કનુભાઈ કુંભાભાઈ ભરવાડ અને મયુરભાઈ રમેશચંદ્રભાઈ મહેતાની નિમણૂક કરાઈ છે. ઉપ પ્રમુખ તરીકે કિંજલભાઈ પી. કોટક, દિપકભાઈ પેથાભાઈ વરચન, હાર્દિકસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા અને મેહુલભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરની નિયુક્તિ થઈ છે. મંત્રી તરીકે રાહુલભાઈ હરેશભાઈ સોલંકી, ગૌરવભાઈ હિતેષભાઈ જીલરીયા, અરૂણભાઈ ગણેશભાઈ કુંડારીયા અને વિશ્વજીતભાઈ અશોકભાઈ સુમળની નિમણૂક કરાઈ છે.
