મોરબી : મોરબીના લખધીરવાસ વિસ્તારમાં ધંધાના બાકી પૈસાની ઉઘરાણી માટે ગયેલા યુવાન ઉપર પિતા પુત્રએ હુમલો કરી છરીનો ઘા ઝીકી જાનથી પતાવી દેવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરના ગ્રીન ચોક નજીક કંસારા શેરીમાં રહેતા દીપેનભાઈ અનંતરાય કરથીયાએ આરોપી દિલીપ કાળુભાઇ ચનીયારા અને કાળુભાઈ ચનીયારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી કાળુભાઇએ ફરિયાદીના સગા પાસેથી સ્ટીલના પતરા ખરીદ કર્યા બાદ ચાર મહિનાથી પૈસા આપતા ન હોય ગઈ તા.17ના રોજ દીપેનભાઈ આરોપીના લખધીરવાસમાં આવેલ કારખાને પૈસા લેવા જતા આરોપીના દીકરા દિલીપે ઝઘડો કર્યો હતો અને બાદમાં આરોપી કાળુભાઇ પણ આવી જતા બન્નેએ ઢીકા પાટુનો માર મારી આરોપી દિલીપે દીપેનભાઈના માથાના ભાગે છરીનો ઘા મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.