અધિક્ષક અને કલેકટરને રજુઆત : રજાઓ રદ કરવાનો નિર્ણય પાછો નહિ ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત આઉટસોર્સિંગ નર્સિંગ સ્ટાફની જાહેર રજાઓ રદ કરવામાં આવતા વિરોધનો સુર શરૂ થયો છે. નર્સિંગ સ્ટાફ દ્વારા આ મામલે ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ મામલે સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ મારફર ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફે જણાવ્યું કે હોસ્પિટલમાં અત્યારે 100 જેટલો નર્સિંગ સ્ટાફ છે. અગાઉ અમને જાહેર રજાઓ મળતી હતી. ગઈકાલે વોટ્સએપ મારફત જાહેરાત કરવામાં આવી કે હવેથી નર્સિંગ સ્ટાફ માટે જાહેર રજાઓ બંધ રહેશે. માત્ર વિકલી ઓફ જ મળશે. એટલે નર્સિંગ સ્ટાફ દ્વારા સિવિલ અધિક્ષક સાથે એક કલાકથી વધુ સમય સુધી આ મામલે રજુઆત કરી અને ચર્ચા કરી છે પણ કોઈ યોગ્ય નિર્ણય તેમના દ્વારા લેવામાં આવ્યો નથી. હવે જો આ મામલે કોઈ નિર્ણય લેવાય તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
