ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂની156 બોટલ સહિત રૂ.21.62 લાખનો મુદામાલ કબ્જે કર્યો
મોરબી : મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે માળીયા મિયાણા નજીક બે અલગ અલગ દરોડામાં દેશી – વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જેમાં પ્રથમ દરોડામાં ભીમસર ચોકડી નજીક ટ્રક ટ્રેઇલરમાંથી 156 બોટલ દારૂ તેમજ માળીયા રેલવે ફાટક નજીકથી દેશી દારૂ ભરેલી ઈગનીશ કાર ઝડપી લીધી હતી.
પ્રથમ દરોડામાં ક્રાઇમબ્રાન્ચે ભીમસર ચોકડી પાસેથી આરજે – 32 – જીડી – 2544 નંબરના ટ્રક ટ્રેઇલરને અટકાવી તલાશી લેતા ટ્રકમાંથી વિદેશી દારૂની 156 બોટલ કિંમત રૂપિયા 1,62,660 મળી આવતા પોલીસે રૂ.20 લાખનો ટ્રક કબ્જે કરી આરોપી ટ્રક ચાલક સોહનસિંગ નંદુસિંગ રાવત અને આરોપી જસવંતસિંગ નેપાલસિંગ રાવત રહે.બન્ને રાજસ્થાન વાળાની ધરપકડ કરી માળીયા મિયાણા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.
જ્યારે બીજા દરોડામાં ક્રાઈમ બ્રાન્ચે માળીયા – જામનગર હાઇવે ઉપર રેલવે ફાટક નજીકથી શંકાસ્પદ મારુતિ ઇગ્નિશ કાર પસાર થતા પોલીસે કાર અટકાવવા ઈશારો કરતા કાર ચાલકે આગળ કાર ઉભી રાખી નાસી ગયો હતો જેથી પોલીસે જીજે – 03 – એલજી – 0392 નંબરની કારની તલાશી લેતા કારમાંથી 400 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 80 હજાર તેમજ 3 લાખની કાર મળી 3.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર નંબરના આધારે માળીયા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.
