મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ આવસ યોજનામાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડતા ત્રણ જુગારી પકડાઈ ગયા હતા અને એક જુગારી પોલીસને જોઈ મોબાઈલ મૂકી નાસી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લીલાપર રોડ આવાસ યોજનામાં બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી ભરતભાઇ રમેશભાઇ બાટી, રહે,લીલાપર રોડ, કડિયાવાસ, સની નીતીનભાઇ કાંજીયા, રહે.ચાર માળીયા, લીલાપર રોડ અને સની વિજયભાઇ ડાભી, રહે.ચાર માળીયા, લીલાપર રોડ નામના શખ્સો તીનપતિનો જુગાર રમતા પકડાઈ ગયા હતા. જ્યારે આરોપી આફતાફ હાજીભાઇ સમા પોલીસને જોઈ મોબાઈલ મૂકી નાસી ગયો હતો. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 1900 તેમજ બે મોબાઈલ કિંમત રૂપિયા 10 હજાર સહિત 11,900નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.