મોરબી : મોરબીમાં રબારી સમાજના ભુવા એવા દેવા ભુવા કરોતરાને માતાજીના સેવકો દ્વારા મોરબીમાં સૌ પ્રથમવાર સોનાની પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું છે. સજનપર ગામે આવેલ જય લીંબાબાપાની મેલડી પ્રત્યે મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધા ધરાવે છે. ત્યારે તેના સ્થાનકે દેવા ભુવા કરોતરાને સેવકો દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.જેમાં લીંબાબાપાની મેલડી માં ઘામ સજનપરના ભુવાજી દેવાભાઈ લીંબાભાઈ કરોતરાનું પ્રભાતભાઈ જોગરાણા તેમજ નરેશભાઈ જોગરાણા સાયલા દ્વારા મોરબી જીલ્લામાં સૌપ્રથમવાર ભુવાજીનું સોનાની પાઘડી પહેરાવવી સન્માન કરવામાં આવ્યું હતું. તેમ યાદીમાં જણાવાયું છે.

