મોરબી : મોરબીના લાલપર નજીક નેશનલ હાઇવે ઉપરથી એક શખ્સને પોલીસે પોશડોડાના જથ્થા સાથે પકડી લીધો છે. આ શખ્સના ઘરેથી પણ નશીલા પોશડોડાનો જથ્થો મળી આવ્યો હોય તેની સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબી એસઓજી ટીમને બાતમી મળેલ કે આરોપી માધાભાઇ કારાભાઇ ટોયટા રહે. સૌમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી વાળો પોતાના GJ 36 AG 1845 નંબરના બાઇલ પર થેલીઓમાં ગેરકાયદે માદક પદાર્થ પોસડોડાનો જથ્થો લઇ વેચાણ કરવા માટે મકનસર તરફથી મોરબી તરફ આવનાર છે. જેને આધારે આયકર વિભાગની કચેરી સામે વોચ ગોઠવતા વનસ્પતીજન્ય માદક પદાર્થ પોશડોડાના જથ્થા સ્થળ પર મળી આવતા તેમજ તેની વધુ પુછપરછ કરતા પોતે વધુ પોશડોડાનો જથ્થો પોતાના રહેણાંક મકાન સોમૈયા સોસાયટી, વાવડી રોડ, મોરબી ખાતે રાખેલ હોવાનું જણાવતા ત્યાં પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું. માધાભાઈ કારાભાઇ ટોચેટા નામના શખ્સ પાસેથી માદક પદાર્થ પોશડોડાનો જથ્થો વજન ૩ કિલો ૧૯ ગ્રામ જેની કિ.રૂ.૯,૫૭૦ પોશડોડાના પાવડરનો જથ્થો વજન ૧ કિલો ૨૧૦ ગ્રામ જેની કિ.રૂ.૩૬૩૦ અને રોકડ, મોબાઈલ સહિતનો ૭૨,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં એસઓજી પીઆઇ એન.આર.મકવાણા, એ.એસ.આઇ રસીકકુમાર કડીવાર, મદારસિંહ મોરી, મુકેશભાઈ જોગરાજીયા, મનસુખભાઇ દેગામડીયા, પો.હેડ.કોન્સ. જુવાનસિંહ રાણા, પોલીસ કોન્સ્ટેબલ આશીફભાઇ રાઉમા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાંચુ તથા અશ્વિનભાઇ સહિતના જોડાયેલ હતા.
