વાંકાનેર : મોરબી જિલ્લા પ્રસાશન અને શિક્ષણ વિભાગના સહયોગથી તેમજ સંસ્કૃત ભારતી મોરબીના માર્ગદર્શનમાં વાંકાનેરના રાતીદેવળી ખાતે સરકારી શાળામાં સંસ્કૃત કક્ષ બનાવવામાં આવ્યો છે. 19 એપ્રિલના રોજ વાંકાનેરના રાતીદેવળી ખાતે સરકારી શાળામાં યોજાયેલ એક કાર્યક્રમમાં સંસ્કૃત કક્ષનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતી વાંકાનેર સંયોજિકા ડૉ. પાયલબેન ભટ્ટે ખુબ જ જહેમત ઉઠાવી હતી. મોરબી જનપદ સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


