Friday, August 8, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીમાં સામાકાંઠે આવેલી સોસાયટીમાં તસ્કરોનો પડાવ

મોરબીમાં સામાકાંઠે આવેલી સોસાયટીમાં તસ્કરોનો પડાવ

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં તસ્કરોના આંટાફેરા થયાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. હાલ આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે લખધીરસિંહજી હોસ્પિટલ પાછળના ભાગે આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ગત તા.19ના રોજ રાત્રીના 2 વાગ્યાના અરસામાં તસ્કરોએ ધામાં નાખ્યા હતા. તસ્કરોએ અહીં મોડી રાત્રીના આંટાફેરા કરી તસ્કરીનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમને સફળતા મળી ન હતી. આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ સ્થાનિકોએ તેમની સોસાયટીમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments