સતત સાત મેચ જીતીને ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો
મોરબી મોરબીના સાર્થક વિદ્યા મંદિરની વિદ્યાર્થિની મારવણીયા કાવ્યાએ ખેલ મહાકુંભની બેડમિન્ટન સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવીને શાળા, પરિવાર અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે
ગુજરાતના કુલ 159 ખેલાડીઓએ બેડમિન્ટનની સ્પર્ધામાં ભાગ લીધો હતો. બે દિવસની સ્પર્ધામાં સતત 7 મેચો જીતી મારણીયા કાવ્યાએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તેણે આ સિદ્ધિ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં પોતાના માતા પિતા,પરિવારજનો તેમજ સાર્થક વિદ્યામંદિર અને સમગ્ર મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શાળાના કોચ રાજદીપસિંહનું માર્ગદર્શન અને કાવ્યાના માતા પિતાની મહેનત માટે સંચાલક કિશોરભાઈ શુકલએ અભિનંદન પાઠવ્યા હતા.

