મોરબી – હળવદ હાઇવે ઉપર ઘુંટુ આઈટીઆઈ સામે બાઈક લઈને જઈ રહેલા બે યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા મોરબીના આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.જ્યારે અન્ય એક યુવકને ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ડમ્પર ચાલક નાસી ગયો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી – હળવદ હાઇવે ઉપર ઘુંટુ આઈટીઆઈ સામે જીજે – 36 – વી – 5051 નંબરના ટ્રક ચાલકે સામેથી આવતા જીજે – 36 – એઈ-1041 નંબરનું બાઈક પર આવી રહેલા વિશાલ કિશોરભાઈ અગેચણિયાના બાઈકને ટક્કર મારતા વિશાલનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સાથે રહેલા અભયને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયો હતો.બનાવ અંગે મૃતકના પિતાએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.