જૂનાગઢ જિલ્લા ભાજપના અખંડ કાર્યકર્તા, સરળ સમર્પિત વ્યક્તિત્વ ધરાવતા જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ, ગુજરાત રાજ્ય લેબર ફેડરેશનના પ્રમુખ, માળિયા તાલુકાના સમૃહ લગ્ન મહોત્સવના પ્રણેતા તેમજ વિવિધ સંસ્થાઓ મંડળોના ટ્રસ્ટી ચંદુલાલ મકવાણાનો આજે જન્મદિવસ છે.
સી.એમ (ચંદુભાઈ મકવાણા)ના નામથી જાણીતા અને હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા છે. નાનપણ થી જ તેઓ ગાયોની સેવા કરવી અને સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેવું તેઓ હંમેશા કોઈને કોઈ સેવા કાર્યમાં જોડાયેલા જ હોઈ છે. રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ કરીને લોક સેવા કાર્ય કરતા, માળિયા તાલુકાના સમુહ લગ્નોત્સવના પ્રણેતા છે. ગુજરાત રાજ્ય પંચાયત રાજ અભિયાન સમિતિના પ્રદેશ ઉપાધ્યક્ષ, ગુજરાત રાજ્ય મજુર બાંધકામ સહકારી મંડળી સથના તેઓ રાજ્યના પ્રમુખથી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે હાલ કાર્ય કરી રહ્યા છે. તેઓ જૂનાગઢને ગુજરાત રાજ્યની વિવિધ સામાજીક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલ છે. તેઓ સ્પષ્ટ વકતા છે અને સેવાકીય પ્રવૃત્તિઓ કરવી એ એમના રસ અને ગમતો વિષય છે. ત્યારે આજે ચંદુભાઈ મકવાણાના જન્મદિવસ નિમિતે રાજકીય-સામાજિક આગેવાનો, સંસ્થાના અગ્રણીઓ બહોળા મિત્ર વર્તુળ તથા તેમના હિતેચ્છુઓ દ્વારા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.



