મોરબી શહેરમાં અવની ચોકડી પાસે આવેલી મયુર સોસાયટીમાં રહેતા જગજીવનભાઈ ભીમજીભાઈ અઘારા ઉ.75 નામના નિવૃત શિક્ષકને પોતાના ઘેર હાર્ટએટેક આવતા પડી ગયા બાદ બેભાન થઈ જતા પ્રથમ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.