માળીયા (મિં)માં સરકારી હોસ્પિટલ નજીક જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા એક ઈસમને માળિયા પોલીસે ઝડપી પાડ્યો હતો.
મોરબી એસપી રાહુલ ત્રિપાઠી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાએ દારૂ જુગારની પ્રવુતી નેસ્તાનાબુદ કરવા સુચના કરેલ હતી. જેથી માળિયા (મિં) પોલીસ ઇન્સ્પેકટર આર.સી.ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન માળીયા મીં.થી સરકારી હોસ્પીટલ તરફ જવાના રસ્તાના ખુણા પાસે આવતા એક ઇસમ નામે આમીનભાઇ ઉર્ફે હાજી જાનમામદભાઇ જેડા (મીયાણા) વર્લી ફીચરના આંકડા ઉપર પૈસાની લેતી દેતી કરી નશીબ આધારીત હારજીતનો વર્લી ફીચરના આંકડાનો જુગાર રમાડતા આરોપી પાસે થી રૂ 10,400 તથા એક મોબાઇલ કી રૂ.2000 આમ કુલ કી રૂ.12,400 ના મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
