આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્માબેન પટેલનાં માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા મહિલા ટીમની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લા મહિલા પ્રમુખ વર્ષાબેન લીન્બડ અને તમામ મહિલા ટીમ હાજર રહ્યા હતાં. આ મીટીંગનાં અંતે મોરબી જિલ્લા મહિલા ટીમની વરણી કરવામાં આવી હતી જેમાં મહિલા જીલ્લા ઉપપ્રમુખ તરીકે હરપ્રીતબેન રણજીતસિંહ ઓલખની નીમણુંક કરવામાં આવી છે . હરપ્રીતબેન કોર એક મહિલા મંડળનું પ્રતિનિધિત્વ કરે છે અને મહિલાના પ્રશ્નો નો અવાજ બને છે. અને સાથે સાથે મીતલબેન આનંદભાઈ શર્મા અને રાણા તેજલબા ને મહિલા મંત્રી ની જવાબદારી સોંપવામાં આવી છે. જે બંને મહીલા સંગઠન મજબુત બને એ માટે અથાગ મહેનત કરે છે.
