મોરબી : મોરબી ખાતે “સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત આવતીકાલે તા. ૨૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સર્કીટ હાઉસ ખાતે AICCનાં ઓબ્ઝર્વર બી.વી.શ્રીનિવાસજી અને શુભાષીની યાદવ તથા તેમની સાથે સહ પ્રભારી ડો.દિનેશભાઈ પરમાર (પૂર્વ મંત્રી ગુજરાત સરકાર) વાલજીભાઈ દનિચા (પૂર્વ ધારાસભ્ય, કચ્છ) હિતેશભાઈ વોરા (પૂર્વ પ્રમુખ, રાજકોટ જીલ્લા કોંગ્રેસ) અને મનુભાઈ પટેલ (પૂર્વ પ્રમુખ, સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિ) સહિતનાં આગેવાનો ઊપસ્થિત રહેવાના હોય નવા સંગઠનાત્મક પરિવર્તનને લઈ ચર્ચા કરશે અને માહિતિ આપશે. તેમ મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ પી.ચિખલીયાની યાદીમાં જણાવાયું છે.