મોરબી તાલુકાનો બેલા- ભરતનગર રોડ રૂ. 30 કરોડના ખર્ચે નવો બનશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આ કામને લીલીઝંડી આપી દેવામાં આવી છે એટલે ટૂંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે.
ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા મોરબી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ હસ્તકના બેલા-ભરતનગર રોડનું કામ સરકારમાં સૂચવવામાં આવ્યું હતું. આ કામ મુખ્યમંત્રી દ્વારા મંજુર કરી તેના જોબ નંબર પણ આપવામાં આવ્યા છે. આ 7 કિમીનો રોડ રૂ.30 કરોડના ખર્ચે તૈયાર થશે. આ અંગે આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સંબંધિત કાર્યપાલક ઇજનેરને પણ સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.
