વાંકાનેર તાલુકાના માટે નજીક આવેલ એક સિરામિક ફેકટરીમાં રહેતા અને કામ કરતા ઝારખંડના વતની શ્રમિક યુવાનના લગ્ન થઈ ગયા હોવા છતાં વતનમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ તેની પત્નીને થઈ જતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ સિમ્બોસા સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના વતની સુખરામ ગુડડુંભાઈ લોહાર ઉ.22 નામના યુવાનના લગ્ન થઈ ગયા બાદ પણ વતનમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ મૃતકના પત્નીને થઈ જતા ગઈકાલે લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.