મોરબી: ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા વિકાસલક્ષી કામો અને લોકોને સુવિધા અપાવવા માટે કટિબદ્ધ રહ્યા છે. ધારાસભ્ય હોવા છતા નાનામાં નાના લોકો સાથે નીચે બેસતા ઘણી વાર જોવા મળ્યા છે. એટલું જ નહિં બાળક માટે પણ ધારાસભ્ય રમુજ વાતો કરી બાળકોને હસાવતા વચ્ચે જોવા મળ્યા હતા.
ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની રવાપર ચોકડી, કેપિટલ માર્કેટના બીજા માળે આવેલ ઓફિસ ખાતે અનેક લોકો પોતાની સમસ્યાને લઈ રજૂઆત કરવા માટે આવતા હોય છે. ત્યારે આજે વાઘેલા હરિભાઈ લક્ષ્મણભાઈ દિવ્યાંગ નામના નાગરિક પોતાની સમસ્યાના લઈને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને આ અંગેની જાણ થતા દિવ્યાંગ હોવાના કારણે બીજા માળ સુધી ના ચડવું પડે જેથી ધારાસભ્ય દુર્લભજીભાઈ ખુદ નીચે રજૂઆત સાંભળવા માટે દોડી આવ્યા હતા. અને દિવ્યાંગ વાઘેલા હરિભાઈએ મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. અને ધારાસભ્ય દુર્લભજીભાઈએ તેમના પ્રશ્નો સાંભળી ઝડપીમાં ઝડપી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાત્રી આપી હતી.

