વાંકાનેરના મચ્છુ-1 ડેમની મુલાકાત લેતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી
ઉનાળામાં લોકોનો પ્રાણ પ્રશ્ન એટલે પાણીની તંગી હોય છે ત્યારે વાંકાનેર શહેરનાં લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ધોમધખતા તડકામાં વાંકાનેરના લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા મચ્છુ-1 ડેમની મુલાકાત લેવામાં આવી હતી અને ડેમ ઉપર જઈને પાણીનાં પંપ અને લાઈનનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી ફેરફારો કરવા માટે જવાબદાર અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

