મોરબી સીટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ અને નવા ડેલા રોડ ઉપર વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં એક શખ્સને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 17 બોટલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં એક આરોપી નાસી ગયો હતો અને દારૂ સપ્લાય કરનાર એક આરોપીનું નામ ખુલ્યું હતું.
વિદેશી દારૂના પ્રથમ દરોડામાં પોલીસે નવા ડેલા રોડ ઉપરથી આરોપી તૌફિક કરીમભાઈ ખોખર રહે.જુના બસસ્ટેન્ડ પાછળ મોરબી વાળાને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની છ બોટલ કિંમત રૂપિયા 2988 સાથે ઝડપી લેતા આરોપીએ દારૂની આ બોટલ કાનભા ગઢવી રહે.વાવડી રોડ મોરબી વાળા પાસેથી મેળવ્યાની કબૂલાત આપતા કાનભાને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે લાતી પ્લોટ શેરી નંબર 11મા જોન્સનગર ઢાળીયા પાસેથી આરોપી ઇમરાન ઉર્ફે નાનકો સલીમભાઈ કટિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડતા આરોપીના મકાનમાંથી વિદેશી દારૂની 11 બોટલ કિંમત રૂપિયા 7700 મળી આવી હતી. દરોડા દરમિયાન આરોપી ઇમરાન ઉર્ફે નાનકો પોલીસને જોઈ નાસી જતા ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.