માળિયા તાલુકાના ખાખરેચી ગામ નજીક નિલગાયનો શિકાર થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. અહીં નિલગાયના હત્યા કરાયેલા અવશેષો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ મામલે ખાખરેચી ગામના ઋત્વિકભાઈ ભરવાડે જણાવ્યું કે ખાખરેચીથી વેણાસર રોડ ઉપર કેનાલ પાસે આજે બપોરના સમયે નિલગાયની હત્યા કરાયેલ અવશેષો જોવા મળ્યા છે. નિલગાયનો શિકાર હોવાનું લાગી રહ્યું છે. કારણકે મોટાભાગના અંગો લઈ જવામાં આવ્યા છે. બાકીના અહીં જ છોડી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મામલે ફોરેસ્ટ વિભાગને જાણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.