માળીયા મિયાણા પોલીસે માળીયા – કચ્છ હાઇવે ઉપર અણીયારી ટોલનાકા નજીકથી વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાનના વતની ટ્રક ચાલકને ઝડપી લઈ રૂપિયા 15,56,788નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન ટ્રકનો ક્લીનર નાસી ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ માળીયા – અમદાવાદ હાઇવે ઉપર ટ્રકમાં વિદેશી દારૂની હેરફેર થઈ રહી હોવાની બાતમીને આધારે માળીયા મિયાણા પોલીસે અણીયારી ટોલનાકા નજીક વોચ ગોઠવી આરજે – 30 – જીએ – 9369 નંબરના ટ્રકને અટકાવી તલાશી લેતા રાજસ્થાનના વતની આરોપી ટ્રક ચાલક ગોપાલસિંહ છોગસિંહ રાવતના કબ્જામાંથી વિદેશી દારૂની 76 બોટલ કિંમત રૂપિયા 56,788 મળી આવતા પોલીસે 15 લાખના ટ્રક સહિત 15,56,788નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો. જો કે, દરોડા દરમિયાન બહાદુરસિંહ મોહનસિંહ રાવત નાસી જતા પોલીસે ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.
