વાંકાનેર: ભલગામ ગામની સીમમાં કાચા રસ્તેથી પોલીસે બે કારમાં ૬૦૦ લીટર દેશી દારૂની હેરાફેરી કરનાર છ ઇસમોને ઝડપી લઈને ૬.૭૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે દારૂનો જથ્થો મંગાવનાર ઇસમનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમે ભલગામ ગામની સીમમાં નર્મદા કારખાનાથી આગળ ચામુંડાનગર તરફ કાચા રસ્તે રેડ કરી હતી જ્યાં આરોપી રાજુ દડુભાઈ જળુની કાર જીજે ૦૧ આરજી ૨૦૪૩ અને આરોપી વિહાભાઇ માધાભાઈ સાપરાની બોલેરો જીજે ૦૩ બીટી ૦૯૬૩ વાળીમાં દેશી દારૂ ૬૦૦ લીટરની હેરાફેરી કરતા મળી આવ્યા હતા જેથી પોલીસે દેશી દારૂ ૬૦૦ લીટર અને બે કાર સહીત કુલ રૂ ૬.૭૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો
પોલીસે સ્થળ પરથી આરોપી રાજુભાઈ દડુભાઈ જળુ, વિહાભાઇ માધાભાઈ સાપરા તેમજ દેશી દારૂની હેરાફેરી માટે મજુરી કામે આવેલ નસુખ ઉર્ફે ટાલો કેશાભાઇ ગણાદીયા, ભગવાન સોમાભાઈ સરવૈયા, વીનું કારાભાઈ સરવૈયા અને રાજુ ખીમાભાઈ ગણાદીયા એમ છને ઝડપી લીધા છે દારૂનો જથ્થો મંગાવનાર આરોપી સંજય ઉર્ફે દલો નરશી મકવાણા રહે નાળીયેરી તા. ચોટીલા વાળો હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.